અંકલેશ્વર: ફેક્ટરી પર ડીઆરઆઈના દરોડા

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સએ અંકલેશ્વરમાં એક કેમિકલ ફેક્ટરીમાંથી 2 કરોડથી વધુ કિંમતના મ્યાઉ મ્યાઉ તરીકે જાણીતા મેફેડ્રોનનો જથ્થો જપ્ત કર્યો હતો. ત્યારે ફેક્ટરીમાં પાર્ટી ડ્રગ તરીકે જાણીતા મ્યાઉં મ્યાઉંનું ગેરકાયદે ઉત્પાદન અને હેરફેર કરાતી હોવાની મળેલી બાતમીના આધારે સુરત અને વાપીના ડીઆરઆઈ સત્તાવાળાઓએ ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા. આ ડ્રગનું ઉત્પાદન અને હેરફરે કરવા બદલ ફેક્ટરીના માલિકની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બાતમીના આધારે સુરત અને વાપીના સત્તાવાળાઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને ફેક્ટરી તથા તેના માલિકના રહેઠાણ પર દરોડા પાડ્યા હતા. ફેક્ટરીમાંથી પાઉડર અને ક્રિસ્ટલ સ્વરૂપમાં 2 કિલો મેફેડ્રોન, 8.330 કિલો મેફેડ્રોન લિક્વિડનો જથ્થો જપ્ત કરાયો હતો. મેફેડ્રોનનું ઉત્પાદન કરવા માટે ઉપયોગમાં લેવાતા 80.130 કિલો પ્રોપેનીલ ક્લોરાઈડ અને 83 કિલો ટોઉલિની જથ્થો જપ્ત કરાયો છે. પ્રવાહી સ્વરૂપમાં મળતા મેફેડ્રોનનો પાણીમાં મિક્સ કરીને પીવામાં કે ઈન્જેક્શન લઈને પણ નશો કરાતો હોય છે અને તેની અસર મેથેફેટામાઈન અને કોકેન જેવી હોય છે. છેલ્લાં 3 મહિનામાં આવા ડ્રગ પકડવાનો આ ત્રીજો કિસ્સો છે. અગાઉ, મુંબઈમાં એક ફાર્મા કંપની પર દરોડા પાડી 100 કરોડનો જથ્થો અને 5 લોકોની ધરપકડ કરી હતી.