અંબાજી: શક્તિપીઠ અંબાજી મંદિરમાં નવલા નોરતાની તૈયારી શરુ


અંબાજીમાં  શરૂ થઇ રહેલા નવલા નવરાત્રિના મહાપર્વ નિમિત્તે શક્તિપીઠ અંબાજીમાં ઘટ સ્થાપન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.  ભૂદેવોના પવિત્ર મંત્રોચ્ચાર સાથે ઘટસ્થાપન વિધિ સાથે નવરાત્રિનો મંગલમય આરંભ થશે. જેને લઇ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરાઇ છે. નવરાત્રિ દરમિયાન રાજ્યભર તેમજ પરપ્રાંતમાંથી હજારો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન કરવા ઉમટી પડે છે.