અમદાવાદઃ ગુજરાતમાં HSRP નંબર પ્લેટ લગાવવાની મુદ્દતમાં વધારો

ગુજરાતમાં HSRPની મુદ્દતમાં એક મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. HSRP નંબર પ્લેટ માટે છેલ્લી તારીખ ૩૧ ઓગસ્ટ ૨૦૧૮ રાખવામાં આવી છે.આજે નંબર પ્લેટ લગાવવાની મુદ્દત પૂર્ણ થતી હતી, માટે આ વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં ૮.૫૦ લાખ જૂના વાહનમાં પ્લેટ ફિટ કરવાની બાકી છે. જેથી લોકોની સુવિધા માટે સમય મર્યાદા વધારાઈ છે. વાહન વ્યવહાર વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. જેથી હવે જુના વાહનોમાં ૩૧ ઓગસ્ટ સુધી HSRP નંબર પ્લેટ લગાવી શકાશે.