અમદાવાદ:જાપાનના વડાપ્રધાન અમદાવાદની મુલાકાત લેશે

જાપાનના વડાપ્રધાન શિન્ઝોઆબે અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. વડાપ્રધાન મોદી અને શિન્ઝોઆબે શહેરમાં બુલેટ ટ્રેન માટે ખાતમુહૂર્ત પણ કરવાના છે. ત્યારે બંને દેશોના વડાપ્રધાનની મુલાકાત દરમિયાન કોઈ અડચણ ન ઊભી થાય તે માટે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. સુરક્ષા એજન્સીઓ ગુજરાતમાં થયેલા પાટીદાર સહિતના આંદોલનના લીડરો પર નજર રાખી રહ્યાં છે.