અમદાવાદ: ખરાબ રસ્તાને લઈને AMC દ્વારા ૭ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા.

અમદાવાદમાં તૂટેલા રસ્તાઓને લઇ AMCની આ બેદરકારી વડાપ્રધાન કાર્યાલય સુધી પહોંચી ગઇ છે. આ મામલે હાઈકોર્ટે પણ સરકારનો ઉધડો લીધો છે અને AMCની કામગીરી અંગે નારાજગી દર્શાવી છે. જેનાં પગલે AMC તંત્ર રસ્તાઓનાં રિપેરીંગને લઇ હરકતમાં આવી ગયું છે.જો કે AMC દ્વારા હાલ તૂટી ગયેલા રોડ રસ્તાઓનું સમારકામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. AMC મેયરનાં કહેવા મુજબ રસ્તાઓનાં રિપેરીંગને લઇ દરરોજ રિપોર્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે.પરંતુ AMCનાં રોડ-રસ્તાઓની આ બેદરકારીને લઇ મ્યુનિસિપલનાં 7 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને કેટલાંક કોન્ટ્રાક્ટરો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. આ મુદ્દે હાઈકોર્ટે પણ AMCને દર સાત દિવસે કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો છે.