અમદાવાદ: વટવા GIDCમાં ગેસ ગળતરથી 4ના મોત, બેની હાલત ગંભીર

અમદાવાદ શહેરના વટવા  જીઆઈડીસી ફેઝ-2ની એડવાન્સ ડાયસ્ટફ કંપનીમાં ગેસ ગળતનરી ઘટનામાં ચાર વ્યક્તિઓનું મોત થયું હતું. જ્યારે બે વ્યક્તિની ગંભીર ઈજા થઈ હતી.  ઘાયલોને સારવાર અર્થે શહેરની એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગેસ ગળતરના કારણે સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાઇ ગયો હતો. કંપનીની વેસલ ટેન્કમાં 6 લોકો ફસાયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. વટવા પોલીસ દ્વારા આ અંગે કસૂરવાર કંપની અને તેના જવાબદારો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે બપોરે કર્મચારીઓ કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ગેસ ગળતરની ઘટના બની હતી, જેમાં 6 જેટલા કર્મચારીઓને ગૂંગળામણની અસર થતાં તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા. હતા. જો કે, ચાર વ્યકિતને ગંભીર અસર થતાં તેમનું મોત નીપજયું હતું. કંપનીમાં ગેસ ગળતરની ઘટના બનતાં કર્મચારીઓ સહિત સ્થાનિક લોકોમાં ભારે ફફડાટની લાગણી સાથે ભાગદોડ મચી ગઇ હતી.