અમદાવાદ: શંકરસિંહ વાઘેલા જન વિકલ્પ મોરચાની જાહેરાત કરી શકે

કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ શંકરસિંહ વાધેલા આજે મોટી જાહેરાત કરી શકે છે. શંકરસિંહ વાઘેલા રાજનૈતિક જાહેરાત કરે તેવી શકયતાઓ સેવાઇ રહી છે.શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ પાર્ટી પોલિટિક્સ છોડી રહ્યાં છે, પોલિટિક્સ નહીં. આજરોજ શંકરસિંહ વાઘેલા વિધાનસભાની ચૂંટણી અંગે રાજકીય વિકલ્પો અંગે પણ બાપુ મૌન તોડી શકે છે. જ્યારે શંકરસિંહ વાઘેલા જનવિકલ્પ અંગે પણ ખુલાસો કરે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. શંકરસિંહ વાઘેલા જનવિકલ્પ મોરચાના પથદર્શક બની શકે છે.શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અમદવાદ સહિત રાજ્યમાં જનવિકલ્પ પાર્ટીના હોર્ડિંગ્સ લગાવામાં આવ્યા છે.  જેનો ભોગ બાપુ, બલવંતસિંહ અને મહેન્દ્રસિંહ બન્યા હતા. કોંગ્રેસના તમામ બળવાખોર ધારાસભ્યો ભાજપમાં જોડાયા ગયા પરંતુ બાપુના પુત્ર મહેન્દ્રસિંહ હજુ ભાજપમાં મળ્યા નથી. શંકરસિંહ વાઘેલા પહેલા નોરતાથી નવ દિવસ રાજ્યના પ્રસિદ્ધ તીર્થધામો સહિત રાજ્યોનાવ વિવિધ સ્થળોનો પ્રવાસ શરૂ કરશે.