અમદાવાદ : શિક્ષણ બોર્ડે પરીક્ષા ફીમાં ચુપચાપ ૧૦ ટકાનો ભાવ વધારો કરી દીધો

ગુજરાત ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ૧રની જુદી જુદી ૧૮ જેટલી લેવાતી પરીક્ષાઓ માટે ચુપચાપ ૧૦ ટકાનો ફી વધારો કરી દેવાયો છે. ૧૦ ટકાના કારણે જુદી જુદી પરીક્ષાઓનાં રૂ.૧૦થી રૂ.૬પનો વધારો તાત્કાલીક અસરથી લાગુ પડશે પરીક્ષા દીઠ વધારાની મામૂલી ગણાતી રકમથી પણ બોર્ડ ર૦ કરોડથી વધુની આવક મેળવશે.બોર્ડનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, તેમણે નિયમ મુજબ ૧૦ ટકાના વધારો કર્યો છે. જે દર વર્ષે કરવામાં આવે છે. ઉપરાંત અન્ય બોર્ડની તુલનાએ ગુજરાત બોર્ડની પરીક્ષા ઓછી છે. જોકે ગત વર્ષ પરીક્ષા ફીમાં વધારો કરાયો ન હતો.અમદાવાદ સહિત રાજ્યભરની શાળાઓના ૩ ઓકટોબરથી શરૂ થનારી પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે. અત્યારે શાળાઓના ધો.૧૦ અને ૧રના વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન શરૂ કરાશે. શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ર૦૧૮માં લેવનારી ધો.૧૦ અને ૧રની બોર્ડ પરીક્ષા માટેની ફી વધારાનો પરિપત્ર વોટ્સએપ દ્વારા આચાર્યોને મોકલવામાં આવ્યો છે.