અમદાવાદ: ૫ દિવસ રાજ્યમાં ભારે વરસાદ ની આગાહી

અમદાવાદમાં આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં ભારે વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તેમાં પણ 15થી 17 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે. ચાર દિવસથી અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં ગરમી અને બફારો વધતાં ભાદરવામાં વૈશાખ જેવો માહોલ સર્જાયો છે. તેમાંય અમદાવાદ સહિત રાજ્યનાં 9 શહેરોમાં ગરમીનો પારો 36 ડિગ્રી પાર કરી ગઈ હતી. સમગ્ર રાજ્યમાં અમદાવાદ 37.2 ડિગ્રી સાથે રાજ્યનું હોટેસ્ટ સિટી થયું હતું.