આગામી પાંચ મહિનામાં બોક્સ-ઓફિસ પર ઘમાસાણ

વર્ષ 2018માં હવે માત્ર પાંચ મહિના જ બાકી રહ્યાં છે. આ પાંચ મહિનામાં બોલિવૂડના સુપરસ્ટાર્સની ફિલ્મ રીલિઝ થવાની છે. 2018ના ફર્સ્ટ હાફમાં દીપિકાની ‘પદ્માવત’થી લઈ રણબિર કપૂરની ‘સંજુ’ રીલિઝ થઈ હતી. ફર્સ્ટ હાફમાં બે સ્ટાર્સની ફિલ્મ વચ્ચે ભાગ્યે જ કોઈ ક્લેશ થયો છે. જોકે, આગામી પાંચ મહિનામાં બિગ સ્ટાર્સની વચ્ચે જબરજસ્ત ક્લેશ થવાનો છે.આગામી પાંચ મહિનામાં અક્ષય કુમારની ‘ગોલ્ડ’ તો જ્હોન અબ્રાહમની ‘સત્યમેવ જયતે’, અનિલ કપૂરની ‘ફન્ને ખાન’ અને રીષિ કપૂરની ‘મુલ્ક’ સહિતની ફિલ્મ્સ એક જ દિવસે રીલિઝ થઈ રહી છે.