આજથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બુધવારે બર્મિગહામમાં પાંચ ટેસ્ટ મેચની પ્રથમ મેચ રમાશે. આ સિરીઝમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનો સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ તોડી શકે છે. વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ 21 ટેસ્ટ મેચ જીતી ચુક્યુ છે. સૌરવ ગાંગુલીની કેપ્ટન્સીમાં પણ ભારત 21 ટેસ્ટ મેચ જ જીત્યુ હતું. ઇંગ્લેન્ડ સામે જીત મેળવતા જ વિરાટ કોહલી સૌરવ ગાંગુલીથી આગળ નીકળી જશે.એમએસ ધોનીએ 27 ટેસ્ટ મેચ જીતી છે જેમાં ઘરમાં 21 મેચ જ્યારે વિદેશમાં 6 મેચ જીતી છે. વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ભારતે 21 ટેસ્ટ મેચ જીતી છે જેમાં 13 મેચ ઘરમાં જ્યારે 8 વિદેશમાં જીતી છે. સૌરવ ગાંગુલીની કેપ્ટન્સીમાં ટીમ ઇન્ડિયાએ 21 ટેસ્ટ મેચ જીતી છે જેમાં 10 ઘરમાં જ્યારે 11 વિદેશમાં જીતી છે.વિરાટ કોહલીની જીતની ટકાવારી 60 ટકા છે. 2014માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ વખતે વિરાટ કોહલીએ ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમની કમાન સંભાળી હતી. વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ભારત (શ્રીલંકા,વેસ્ટ ઇન્ડીઝ) વિદેશમાં ટેસ્ટ શ્રેણી જીતી શક્યુ છે.આમ કોહલી માટે કેપ્ટન તરીકે પોતાની ક્ષમતા પુરવાર કરવા માટે ઇંગ્લેન્ડમાં શ્રેણી જીતવાની સારી તક છે. અજીત વાડેકર, કપિલ દેવ અને રાહુલ દ્રવિડની કેપ્ટન્સીમાં જ ભારત ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી જીતી શક્યું છે. બીજી તરફ સૌરવ ગાંગુલીના નેતૃત્વમાં ભારતે 21માંથી11 ટેસ્ટ વિદેશમાં જીતી હતી.