આણંદ: સરકારે પડતર પ્રશ્નો અંગે કોઈ નિર્ણય ના લેતા આંદોલન

આણંદ જિલ્લામાં સરકારી દવાખાનાઓમાં ફરજ બજાવતી આશાબહેનો અને ફેસીલેટર બહેનોએ આખરે મહાત્મા ગાંધી જયંતિ દિને ગાંધી ચિંધ્યા માર્ગે 200 ઉપરાંત બહેનોએ આંદોલનમાં જોડાઇ હતી. અને આમરણાંત ઉપવાસ આંદોલનનું રણશિંગુ ફુક્યુ હતું. જ્યાં સુધી નીવેડો ના આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. બીજા દિવસે ઉપાવાસ પર ઉતરેલ ચાર આશાવર્કર બહેનોની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે આણંદ નગરપાલિકાની હોસ્પિટલમાં ખસડવામાં આવ્યા હતા. છેલ્લા 15 દિવસથી સરકાર સામે વિરોધ કાર્યક્રમો યોજવામાં આવ્યો હતો. પરંતુ રાજ્ય સરકારના સત્તાધીશોનું પેટનું પાણી પણ હલ્યૂ નહતું.