ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ પહેલા શાસ્ત્રીએ કોહલીની કરી પ્રશંસા

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 1 ઓગસ્ટથી ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થઇ રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રી અનુસાર ચાર વર્ષની સફળતાએ કેપ્ટન વિરાટ કોહલીની માનસિકતા પુરી રીતે બદલી નાખી છે અને આગામી ટેસ્ટ શ્રેણીમાં તે અંગ્રેજોને બતાવવા માંગે છે તેને કેમ વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન ગણવામાં આવે છે. મહત્વપૂર્ણ છે કે વિરાટ કોહલીનો ગત 2014નો પ્રવાસ નિરાશાજનક રહ્યો હતો.રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતુું કે “અમે અહી મેચ ડ્રો કરવા અને સંખ્યા વધારવા નથી આવ્યા. અમે દરેક મેચને જીતવા માટે રમીએ છીએ. જો જીતવાના પ્રયાસમાં હારી ગયા તો આ ખરાબ નસીબ રહેશે. અમને ખુશી થશે, જો અમે હારથી વધુ મેચ જીતી શકીશું. અમારૂ માનવુ છે કે અમારી પાસે વિદેશ પ્રવાસ કરનારી સૌથી સારી ટીમોમાંથી એક બનવાની ક્ષમતા છે.અમે તેને સારૂ કરવા માંગીએ છીએ. શાસ્ત્રીએ આઉટઓફફોર્મ ચાલી રહેલા ચેતેશ્વર પૂજારાનો બચાવ કરતા કહ્યું કે આ ભારતીય ટીમમાં તેને મહત્વની ભૂમિકા ભજવવાની છે.
રવિ શાસ્ત્રીએ વધુમાં જણાવ્યું હતું કે મારી માટે આ ચિંતાની વાત નથી, તેને (પૂજારા) પોતાની ભૂમિકા નીભાવવાની છે, તે તેના વિશે જાણે છે કારણ કે નંબર ત્રણની ભૂમિકા મહત્વની હોય છે. તે ઘણો અનુભવી ખેલાડી છે. પૂજારાએ ક્રીઝ પર સમય વિતાવવાની જરૂર છે. જો તે 60-70 રન બનાવી લે છે તો તેનો મિજાજ પુરી રીતે બદલાઇ જશે, મારૂ કામ સુનિશ્ચિત કરવુ છે કે તે આ દિશામાં આગળ વધે.લોકેશ રાહુલની ભૂમિકા પર રવિ શાસ્ત્રીએ કહ્યું કે તે ટેસ્ટ શ્રેણીમાં ચોકાવનારા નિર્ણય લઇ શકે છે.રાહુલની પસંદગી ત્રીજા ઓપનર બેટ્સમેન તરીકે થઇ છે, અમારો બેટિંગ ક્રમ હંમેશા લચીલો હોય છે. ત્રીજો ઓપનર બેટ્સમેન ટોપ 4માં કોઇ પણ જગ્યાએ રમી શકે છે. અમે તમને કેટલીક વખત આશ્ચર્યચકિત કરીશું’ભુવનેશ્વર કુમાર અને જસપ્રિત બુમરાહની ગેરહાજરીમાં ભારતીય આક્રમણની ધાર થોડી નબળી પડી છે પરંતુ રવિ શાસ્ત્રીને લાગે છે કે ટીમના બોલર 20 વિકેટ ઝડપવાની ક્ષમતા ધરાવે છે.રવિ શાસ્ત્રીએ કહ્યું, “અમારી પાસે એવો બોલિંગ આક્રમણ છે જે 20 વિકેટ ઝડપી શકે છે, તમારે અન્ય ખેલાડીઓને અજમાવવાની જરૂર છે. જો બુમરાહ અને ભુવનેશ્વર વન ડે શ્રેણીમાં પુરી રીતે ફિટ હોત તો પરિણામ અલગ હોત, જો બન્ને પુરી રીતે ફિટ હોત તો મારી ટીમની પસંદગીમાં પરેશાની વધી જાત.