ઈદ પર બકરા સિવાય બીજું જાનવર ન કાપવાની સૂચના

બકરી ઈદ એટલે કે 2 સપ્ટેમ્બરના રોજ ઉત્તર પ્રદેશના સંભલમાં કુરબાનીના નામ પર ગાય, ભેંસ, આખલો કે ઊંટના ન કાપવા પર સખત સૂચન આપવામાં આવી હતી. આ સૂચના જિલ્લાના એસડીએમ રાશિદ ખાન દ્વારા આપવામા આવી હતી. રાશિદ ખાને કહ્યું છે કે, જો કુરબાનીના નામ પર આ પ્રાણીઓની હત્યા કરવામાં આવશે તો તેના પર ગેંગસ્ટર એક્ટ લગાવવામાં આવશે. જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોને સૂચના આપી દેવાઈ છે કે, જો કોઈ આ પ્રાણીઓની હત્યા કરતું પકડાય તો તેની તુરંત જ ધરપકડ કરવામાં આવે અને તેના પર ગેંગસ્ટર એક્ટ અંતર્ગત કેસ ફાઈલ કરવામાં આવશે. આદેશમાં એમ પણ કહેવાયું છે કે, જિલ્લામાં જ્યાં ચળ કે અચળ સંપત્તિમાં આ પ્રકારનું કામ કરવામાં આવશે, તો તરત જપ્ત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, યુપી સરકાર દ્વારા સખ્ત નિર્દેશ આપવામાં આવ્યું હતો કે, ઈલ-ઉલ-જૂહાના પ્રસંગે કોઈપણ પ્રતિબંધિત પ્રાણીઓની બલી આપવામાં નહિ આવે. આ વિશે રાશિદ ખાને કહ્યું કે, જોકે, ઊંટ પ્રતિબંધિત પ્રાણીઓની શ્રેણીમાં નથી આવતુ, પરંતું જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા બનાવી રાખવા માટે ઊંટની બલી આપવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.  બીજી તરફ પર્સનલ લો બોર્ડના મેમ્બર અને માશૂર સુન્ની મૌલાના ખાલિદ રશીદ ફિરંગિમહલી દ્વારા પણ ફરમાન જાહેર કરવામાં આવ્યું છે કે, આ વખતે બકરી ઈદની નમાજ અદા કર્યા બાદ નમાજીઓ એકબીજાને ગળે ન લાગે. પરંતુ સલામ કહીને મુબારકબાદ આપે. કારણ કે, સ્વાઈન ફ્લૂનો ખતરો છે. બીજી તરફ શિયા મૌલાના કલ્બે જવ્વાદે કહ્યું કે, ગળેમળતા સમયે માસ્ક લગાવો.