ઉપલેટા:ઇકો ફ્રેન્ડલી ગણપતિ

ઉપલેટામાં જુના બસસ્ટેન્ડ રોડ પર આવેલ સિક્કા ગ્રુપ આયોજિત ઇકો ફ્રેન્ડલીડની ગજાનંદની મૂર્તિ બનાવવામાં આવે છે અને વિસર્જન વખતે સરકારી શાળાના જરૂરિયાતમંદ બાળકોને પ્રસાદીરૂપે પેન્સિલ, રબ્બર, શાર્પનર, સ્કેલ, વગેરેનું વિતરણ પણ કરવામાં આવે છે. મોટાભાગના ગણપતિ ગજાનન મહારાજના સ્થાપીતો દ્વારા નવ-નવ દિવસ સુધી પૂજન, અર્ચન, ,આરતી કર્યા બાદ નદી, તળાવ, ચેકડેમ વગેરે  જેવા પીવાલાયક પાણી વાળા સ્થળોએ કેમિકલ વાળા પ્લાસ્ટર ઑફ પેરિસમાંથી બનાવેલ  સિદ્ધિવિનાયક દેવનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે

જેની સીધી ગંભીર અસર માનવજાતના સ્વાસ્થ્ય પર પડે છે. ઉપલેટામાં  છેલ્લા પાંચ વર્ષથી ઉપલેટાના સિક્કા ગ્રુપ દ્વારા એક અનોખી પહેલ કરીને સ્કેચપેન, પેન, પેન્સિલ, રબ્બર, શાર્પનર, સ્કેલ, ઘાસ વગેરે માંથી ગજાનન ગણપતિ બનાવી વિસર્જન વખતે સરકારી શાળાના જરૂરિયાતમંદ બાળકોને પ્રસાદીરૂપે પેન્સિલ, રબ્બર, શાર્પનર, સ્કેલ, વગેરેનું વિતરણ કરવામાં આવ્યુ હતું. જ્યારે ઘાસ ગાયોને ખવડાવવામાં આવે છે. રોજ રાત્રે નાના બાળકો માટે દેશ ભક્તિ ગીત, ફેન્સી ડ્રેસ, લોકવાર્તા, ચિત્ર સ્પર્ધા, બાળ લોકડાયરો, ડાન્સ જેવી અલગ અલગ સ્પર્ધાઓ યોજવામાં આવેલ હતી.