એક ‘પાયલટ પ્રોજેક્ટ’ પુરો કર્યો, હવે રીઅલ કરી બતાવીએ : મોદી

Prime Minister Narendra Modi addressing during a election rally at Phulbari, West Garo Hills in Meghalaya on Thursday, February 22, 2018. PHOTO: DASARATH DEKA

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં નરેન્દ્ર મોદીએ લોકોને સંબોધ્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે ભારત લડશે, જીતશે અને વિકાસ કરશે.સૈન્યનું મનોબળ તોડે તેવી કોઇ જ પ્રવૃત્તિ કરવામાં નહીં આવે. મોદીનું આ નિવેદન ત્યારે સામે આવ્યું હતું જ્યારે વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે નરેન્દ્ર મોદી અને ભાજપના નેતાઓ એર સ્ટ્રાઇકનો ઉપયોગ રાજકીય ફાયદા માટે કરી રહ્યા છે. ભારતના પાયલટ અભિનંદનને પરત મોકલવા માટે પાકિસ્તાન તૈયાર થઇ ગયું છે, આ સ્થિતિ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હાલમાં જ એક પાયલટ પ્રોજેક્ટ પુરો થયો છે અને હવે રીયલ કરવાનું છે. મોદીએ વિજ્ઞાન દિવસ નિમિત્તે વિજ્ઞાાનિકોને પણ યાદ કર્યા હતા અને કહ્યું હતું કે તમે તો લેબોરેટરીમાં જિંદગી ગુજારનારા લોકો છો, તમારી અંદર પાયલટ પ્રોજેક્ટ કરવાની પરંપરા હોય છે.હાલમાં જ એક પાયલટ પ્રોજેક્ટ પુરો કર્યો છે અને હવે રીયલ કરવાનું છે. બાદમાં મોદીએ કહ્યું કે રીયલ એ છે કે હાલના વિજેતાઓ માટે તાલીઓ પાડવામાં આવે. મોદીએ કહ્યું કે આપણે આપણી મૌલિક શક્તિઓને બચાવીને રાખવાની જરુર છે. હવે આપણા ફાર્મા અને બાયોટેક સેક્ટરને વધુ ગતી આપવાનો સમય આવી ગયો છે. મોદીએ આ સ્થિતિ વચ્ચે પણ વિપક્ષ પર પ્રહારો જારી રાખ્યા હતા, તેમણે જણાવ્યું હતું કે વિપક્ષનું ગઠબંધન એક પ્રકારની મહામિલાવટ છે. મોદીએ ભાજપના કાર્યકર્તાઓની સાથે વીડિયો કોન્ફરન્સથી પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભાજપને આ દેશની સેવા કરવાની વધુ એક તક મળશે.જો ૨૦૧૯માં કોઇ પણ પ્રકારની ભુલ થઇ તો હાલ આ સરકારે જે વિકાસ કર્યો છે તે વેડફાઇ જશે. વર્તમાન સરકારના શાસનમાં ભારત વિશ્વનું છઠ્ઠુ સૌથી મોટુ અર્થતંત્ર બની ગયું છે. જોકે એક પણ ભુલ આ વિકાસને અટકાવી શકે છે તેવો દાવો મોદીએ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વિપક્ષ આ દેશને આઇસીયુમાં ધકેલી દેશે