એશિયા કપ: 19 સપ્ટેમ્બરે ભારત-પાક. વચ્ચે હાઇવોલ્ટેજ મુકાબલો, 6 ટીમ લેશે ભાગ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ ફેન્સને વધુ એક મુકાબલો જોવા મળવાનો છે. એશિયા કપ 2018નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જેમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપ સ્ટેજમાં રાખવામાં આવ્યા છે. એશિયા કપની ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતનો સામનો પાકિસ્તાન સાથે 19 સપ્ટેમ્બરે થશે. આઇસીસી તરફથી આ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. એશિયા કપ દુબઇમાં રમાશે એશિયા કપમાં 6 ટીમ ભાગ લઇ રહી છે.ભારત-પાકિસ્તાન સિવાય શ્રીલંકા,બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન રમશે જ્યારે અન્ય એક ટીમ ક્વોલિફાયર હશે.ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપ-એમાં રાખવામાં આવ્યા છે.ભારત પાકિસ્તાન સિવાય આ ગ્રુપમાં એક ક્વોલિફાયર ટીમ હશે. જેમાં યુએઇ,સિંગાપુર, નેપાળ, ઓમાન, મલેશિયા અને હોંગકોંગ વચ્ચે દાવેદારી છે. જ્યારે ગ્રુપ-બીમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનને રાખવામાં આવ્યા છે. ભારતને ગ્રુપ સ્ટેજમાં આરામ નહી મળે. ભારતે 18 અને 19 સપ્ટેમ્બરે સતત 2 મેચ રમવાની છે. 18 તારીખે પ્રથમ મેચ ક્વોલિફાયર ટીમ સામે જ્યારે 19 તારીખે પાકિસ્તાન સામે ટક્કર થશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ દુબઇમાં 15 સપ્ટેમ્બરે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. ખિતાબી મુકાબલો 28 સપ્ટેમ્બરે રમાશે. દરેક ગ્રુપમાં ટોપ 2 ટીમ સુપર ફોર માટે ક્વોલિફાયર કરશે જે બાદ બે ટીમો વચ્ચે ખિતાબી મુકાબલો રમાશે.ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં વ્યસ્ત છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 1 ઓગસ્ટથી ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થઇ રહ્યો છે. ભારત ઇંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચની શ્રેણી રમશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 7થી 11 સપ્ટેમ્બરે અંતિમ પાંચમી ટેસ્ટ મેચ રમાશે.