ઓસ્ટ્રેલિયા સામે રોહિત શર્મા એ સિક્સરોનો બનાવ્યો આ અનોખો રેકોર્ડ

ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ચાથી વનડે મેચમાં રોહિત શર્મા એ ઓસ્ટ્રેલિયા સામે સિક્સર ફટકારવાની અડધી સદી ફટકારી હતી. રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે ૫૦ સિક્સર ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. દુનિયામાં રોહિત શર્મા પ્રથમ એવા બેટ્સમેન છે જેને વનડે ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે ૫૦ અથવા તેનાથી વધુ સિક્સર ફટકારવાનું કારનામું કર્યું હોય. આ મેચમાં રોહિત શર્માએ ૫૫ બોલમાં શાનદાર ૬૫ રન બનાવ્યા હતા. રોહિત શર્માએ આ ઇનિંગમાં ૧ ચોગ્ગો અને ૫ સિક્સર ફટકારી હતી. તે શાનદાર રમત રમી રહ્યા હતા પરંતુ કેપ્ટન વિરાટ કોહલીની સાથે એક તક પર રન લેવાના ચક્કરમાં તે રન આઉટ થઈ ગયા હતા.