કાશ્મીર : આતંકીઓએ BSF કોન્સ્ટેબલના ઘરમાં ઘૂસીને હત્યા કરી

કાશ્મીરના બાંદીપોરામાં આતંકીઓએ બીએસએફ જવાનની હત્યા કરી નાખી હતી. જવાનની ઓળખ મોહમ્મદ રમઝાન પારે તરીકે થઇ છે. આતંકીઓ રમીઝના ઘરમાં ઘૂસ્યા હતા અને તેને ખેંચીને બહાર લાવ્યા હતા. ઘરવાળા લોકોની આતંકીઓ સાથે અથડામણ થઇ હતી. દરમિયાન આતંકીઓએ રમીઝને ગોળી ધરબી દીધી હતી. પરિવારના ત્રણ લોકો પણ ઘવાયા હતા. એહમદ 26 ઓગસ્ટથી 37 દિવસની રજા પર આવ્યા હતા. તેઓ 2011માં બીએસએફમાં જોડાયા હતા. જવાનની હત્યા બાદ સુરક્ષાબળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.