કે એસ સ્કૂલમાં રેગિંગની ફરિયાદ

KS સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં વિદ્યાર્થીનું રેગિંગ: ફરિયાદ પર આજે સુનાવણી
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ કે.એસ, સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ કોલેજના ચોથા અને પાંચમાં સેમેસ્ટરના ત્રણ વિદ્યાર્થીઓની સામે માનસિક અને શારીરિક હેરાનગતિ સાથે રેગિંગ કરાતું હોવાની ફરિયાદ કરવામાં આવી છે .પાંચમાં સેમેસ્ટરમાં ભણતાં વિદ્યાર્થીની ફરિયાદને પગલે સ્કૂલની રેગિંગ કમિટી દ્વારા મંગળવારે સુનાવણી હાથ ધરવામાં આવશે . કમિટીના રિપોર્ટને આધારે યુનિવર્સિટીની મેન્ટરિંગ કમિટી સ્પેશિયલ કાર્યવાહી હાથ ધરશે. કે.એસ. સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં ભણતા અને બોયઝ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીએ કુલપતિને ઈમેલથી ફરિયાદમાં જણાવ્યું છે કે, ચોથા અને પાંચમાં સેમેસ્ટરના ત્રણ વિદ્યાર્થીઓએ રેગિંગ કર્યું છે.’
પાંચમા સેમના વિદ્યાર્થીએ કુલપતિને ઈમેઈલથી ફરિયાદ કરી

આ અંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. હિમાંશુ પંડ્યાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતુ કે, કે.એસ.સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં પાંચમાં સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં અને બોયઝ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીએ પાંચમાં અને ચોથા સેમેસ્ટરમાં ભણતા ત્રણ વિદ્યાર્થી દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ અપાતો હોવાની ફરિયાદ કરી છે. સમગ્ર પ્રકરણની તપાસ કે.એસ.સ્કૂલ ઓફ મેનેજમેન્ટની રેગિંગ કમિટીને સોંપવામાં આવી છે. આ કમિટી આગળની કાર્યવાહી કરશે.