ગીર-સોમનાથ : નવરાત્રી મહોત્સવના મેગા ફાઈનલનું આયોજન

તાલાલાગીર ખાતે આવેલ શ્રી બાઈ આશ્રમ ખાતે પ્રજાપતિ સમાજ દ્વારા યોજાયેલ નવરાત્રી મહોત્સવનાં મેગા ફાઇનલનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિજેતાને ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રજાપતિ સમાજના પ્રેદશ અગ્રણી અને ગીર સોમનાથ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ઉષાબેન કુસકીયા મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સુંદર આયોજન બદલ આયોજકો તેમજ ટ્રસ્ટ્રીઓને અભિનંદન સાથે જાહેર આભાર વ્યક્ત કર્યો હતો.આ કાર્યક્રમમાં શ્રી બાઈ આશ્રમ ટ્રસ્ટના પ્રમુખ, તાલાલા શહેર મહિલા કોંગ્રેસ અગ્રણી સહિતના જ્ઞાતિ અગ્રણીઓએ મહાઆરતીનો લાભ લીધો હતો અને વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યા હતા.