ગુજરાતમાં દિલ્લી મુંબઇ ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરની કામગીરી ચાલી રહી છે

ગુજરાતમાં દિલ્લી મુંબઇ ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરની કામગીરી ચાલી રહી છે જેમાં કુલ 12,508 કિલોમીટરની લંબાઈમાંથી 558 કિલોમીટરની લંબાઈની કામગીરી ગુજરા માં ચાલી રહી છે. આ કામગીરી દરમ્યાન રેલવે લાઈનમાં આવતા તમામ રેલવે ફાટક તબક્કાવાર બંધ કરવામાં આવશે. રેલવે ફાટક ખાતે રેલવે ઓવર બ્રિજ અને રેલવે અંડર પાસ બનાવામાં આવશે. જેનો ખર્ચ રાજ્ય સરકાર અને રેલવે વિભાગ દ્વારા કરવામાં આવશે. ગુજરાતમાં 53 રેલવે ઓવર બ્રિજ બનાવાવમાં આવશે. જેની કામગીરી બનાસકાંઠાના ઇકબાલગઢથી શરૂ થઈ છે અને પ્રથમ તબક્કામાં ગાંધીનગર સુધી કામ થશે.