ગુજરાત ગૌરવ મહાસંમેલનમાં આજે મોદી અને શાહ એક મંચ પર

જય વિધાનસભાની આગામી ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે ‘કરો યા મરો’ની સ્થિતિ સમાન છે ત્યારે એક પછી એક નેતાઓ ગુજરાતના ચૂંટણીના ઉદ્દેશથી આવી રહ્યા છે. આ‌વા સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તા. 16 ઓક્ટોબરના ગાંધીનગરના ભાટ ગામ ખાતે એક મંચ પરથી સંબોધન કરશે. ગાંધીનગરના ભાટ ગામ ખાતે ગુજરાત ગૌરવ મહાસંમેલનમાં 7 લાખથી વધુ કાર્યકરો ભાગ લેશે તેવો ભાજપનો દાવો છે. બપોરે 3 વાગ્યે વડાપ્રધાન અહીં આવી પહોંચશે. સંમેલન માટેના મેદાનને વાઈફાઈથી સજ્જ કરી દીધી છે. અહીં આવનાર દરેક ફ્રીમાં વાઈફાઈનો ઉપયોગ કરી શકશે.