રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે રાજકોટના જસદણ ખાતે સૌની યોનજા લીંક-4નું ઉધ્ધાટન કરશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઘેલા સોમનાથ ખાતે ભાગવાન મહાદેવના દર્શન કર્યાં. રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ સાથે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી હાજર રહ્યાં હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દર્શન કર્યા બાદ ઉપસ્થિત સૌને સંબોધન કરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઘેલા સોમનાથમાં સભા સંબોધવાના હોય તેને લઇ તંત્ર દ્વારા ખાસ તૈયારીઓ હાથ ધરાઇ છે. સભા સ્થળ પર વોટર પ્રુફ મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે. રાષ્ટ્રપતિની સભામાં 25 હજાર કરતા વધારે લોકો હાજર રહે તેવી શક્યતા છે.