જમ્મુ કાશ્મીર : પૂંછ સેકટરમાં પાકિસ્તાન દ્વારા હેવી ફાયરિંગ, ૨ નાં મોત

પાકિસ્તાન પોતાની નાપાક હરકત જ રાખતાં બોર્ડર પર સતત ફાયરિંગ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પાકિસ્તાને લાઈન ઓફ કંટ્રોલ પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. પાકિસ્તાન દ્વારા ફાયરિંગમાં પૂંછના કસાબા વિસ્તારમાં 9 વર્ષના એક બાળકનું મોત નિપજ્યું છે તો દિગાવર સેકટરમાં એક બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.જ્યારે આ ફાયરિંગમાં 9 લોકો ઈજાગ્રસ્ત થયાં છે. આ ઉપરાંત કેરન સેકટરમાં ઘૂસણખોરીના પ્રયાસ કરાયાં હતા જેને નિષ્ફળ કરવામાં આવ્યાં છે.