જમ્મુ-કાશ્મીર: બરફની પથરાઈ ચાદર , કારગિલમાં -18.6 ડિગ્રી સુધી ગગડ્યો પારો

જમ્મુ-કાશ્મીરમાં 40 દિવસોમાં ઠંડીનો કહેર યથાવત યથાવત છે ત્યારે પહાડી વિસ્તારોમાં લોકો ઠંડીમાં થથરી રહ્યા છે. જેને લઇ કાશ્મીરનાં હવામાન વિભાગે ચેતવણી આપતા કહ્યું કે, જો આવુને આવુ વાતાવરણ રહેશે તો અનંતનાગ, કુલગામ ,બડગામ,બારામુલા, કુપવાડા, બાંદીપોર, કારગિલ અને લેહમાં હિમસ્ખલન થવાની શક્યતાઓ વધી શકે છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને ન જવા અંગેની સૂચના આપવામાં આવી છે. એનડીઆરએફ પોલીસ, પેરા મેડિકલ સ્ટાફને એમ્બ્યુલન્સ સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવા માટેની સૂચના પણ આપવામાં આવી હતી..