જે. વાય. પિલ્લાઈ સિંગાપોરના કાર્યવાહક રાષ્ટ્રપતિ બન્યાં

પિલ્લાઈને ટોની ટાન કેંગની જગ્યાએ કાર્યવાહક પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા છે. ટોની ટાન કેંગે 6 વર્ષનો કાર્યકાળ પુરો કર્યો હતો. જે. વાય. પિલ્લાઈ સિંગાપોરમાં કાઉન્સિલ ઓફ પ્રિસિડેન્શિયલ એડવાઈઝર્સના અધ્યક્ષ છે. પ્રેસિડેન્ટની ચૂંટણી માટે સિંગાપોરમાં આગામી 13 સપ્ટેમ્બરના રોજ ઉમેદવારી પત્રો દાખલ કરવામાં આવશે. અને 23 સપ્ટેમ્બરે મતદાન કરવામાં આવશે. ત્યારબાદ નવા રાષ્ટ્રપતિ પદભાર ગ્રહણ કરશે. ત્યાં સુધી જે. વાય. પિલ્લાઈ કાર્યવાહક પ્રેસિડેન્ટનો પદભાર સંભાળશે.  સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર પ્રેસિડેન્ટ કાર્યાલય ખાલી રહેવાની સ્થિતિમાં સૌથી પહેલા કાઉન્સિલ ઓફ પ્રિસિડેન્શિયલ એડવાઈઝર્સ (CPA) અધ્યક્ષને કાર્યવાહક પ્રેસિડેન્ટની જવાબદારી સોંપવામાં આવી હતી અને જો CPA અધ્યક્ષ હોદ્દો સંભાળી શકે તેમ ના હોય તેવા સંજોગોમાં સંસદના અધ્યક્ષને વચગાળાના પ્રેસિડેન્ટનો કાર્યભાર સોંપવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષ 1991માં ચૂંટાયેલા રાષ્ટ્રપતિનો કાર્યકાળ શરૂ થયા બાદ આ પ્રથમ ઘટના છે જ્યારે રાષ્ટ્રપતિ કાર્યાલય ખાલી રહ્યું હતું.