ટીમમાં સ્થાન ન મળવાથી ભડકેલા રવિન્દ્ર બાપુએ બતાવ્યો પાવર

ગુજરાતના રાજકોટનો રવિન્દ્ર જાડેજા ટીમ ઇન્ડિયાનો બહુ સારો ઓલરાઉન્ડર છે. તે હાલમાં ક્રિકેટ રેન્કિંગમાં નંબર 2 પર છે પણ આમ છતાં તે વન-ડે ટીમમાં પોતાની જગ્યા નથી બનાવી શકતો. પ્લેઇંગ ઇલેવનની વાત તો દૂર રહી પણ સિલેક્ટર્સ તેનો સમાવેશ 15 સભ્યોની ટીમમાં પણ નથી કરી રહ્યા. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાઈ રહેલી છેલ્લી બે વન-ડે માટે પસંદ કરાયેલી ટીમમાંથી ફરીવાર તેને બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે.ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પાંચ મેચોની સીરીઝમાં જાડેજા પહેલાં બહાર હતો પણ સીરીઝ શરૂ થતા પહેલાં ઓલરાઉન્ડર અક્ષર પટેલ ઇજાગ્રસ્ત થતા તેને બેકઅપ તરીકે ટીમ સાથે જોડવામાં આવ્યો હતો. જાડેજા પાસે ફિલ્ડિંગ તો બહુ કરાવવામાં આવી પણ તેને બેટિંગ કે બોલિંગનો બિલકુલ ચાન્સ નહોતો આપવામાં આવ્યો. હવે જ્યારે અક્ષર ફિટ થઈ ગયો છે ત્યારે જાડેજાને ફરીથી ટીમમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યો છે. તેની સાથે થયેલા આ વર્તન પછી જાડેજાએ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે