ડાયમંડ કિંગે કર્મચારીના પરિવારની મહિલાઓને આપ્યું દીવાળી બોનસ

સુરતમાં છેલ્લા ત્રણ વર્ષથી કર્મચારીઓને કાર, ઘર અને જ્વેલરી આપનાર ડાયમંડ કિંગે આ વર્ષે કર્મચારીઓની પરિવારની મહિલાઓને દીવાળી બોનસ આપ્યું છે. કર્મચારીઓની પરિવારની મહિલાઓને હેલમેટ અને એક બેગ આપવામાં આવી છે. બાદમાં મહિલાઓએ હેલમેટ સાથે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રાફિક જાગૃતિ ફેલાવવામાં આવી હતી.