તલોદ તાલુકાના ટીમ્બા કમ્પા ગામે નર્મદા મહોત્સવ રથનુ પ્રસ્થાન

તલોદ તાલુકાના ટીમ્બા કમ્પા ગામે સાંસદ દીપસિંહ રાઠોડ દ્રારા તલોદ, પ્રાતિંજ અને હિમતનગરનાં ૨૨૦ ગામોમાં નર્મદા મહોત્સવ રથનુ પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતુ. રાજ્યના ૧૦ હજાર ગામોમાં આ રથ ભ્રમણ કરશે તો સાબરકાંઠા જીલ્લાના તલોદ તાલુકાના ટીમ્બા કમ્પાથી સાંસદ દીપસિંહ રાઠોડએ લીલીઝંડી આપી રથનુ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહી નર્મદા મૈયાની આરતી ઉતારીને રથને વધાવવામાં આવ્યો હતો.  “માં નર્મદા મહોત્સવ” તલોદ, પ્રાંતિને હિમતનગરનાં ૨૨૦ ગામોમાં ભ્રમણ કરી નર્મદા ડેમની ઊંચાઈ વધારવા રાજ્ય સરકારે શું શું કામગીરી કરી તેની માહિતી ગામે ગામે પહોચાડી નર્મદાનું કેનાલ અને પાઈપ લાઈન નેટવર્ક ક્યા કયા સુધી વિસ્તરી તેનાથી લોકોને શું ફાયદો થયો હતો તેની વિસ્તૃત માહિતી અપાશે આ રથ ૧૦ દિવસ સુધી જીલ્લાના ગામડા ઓમાં ફરી નર્મદા ડેમ ખાતે પ્રધાન મંત્રીના કાર્યક્રમમાં લઇ જવામાં આવશે.