તાનિયા હત્યા કેસ: માફિયા મિતની માતા અને ભાઇની પણ ધરપકડ

તાનિયા હત્યાકાંડમાં માસૂમ બાળાના અપહરણથી લઇ હત્યા કરવાના સુધીના સમગ્ર કાવતરાને અંજામ આપવામાં મુખ્ય સૂત્રધાર મિત પટેલની માતા અને તેના ભાઇનું નામ પણ ખૂલ્યું છે. ઘટનાની રાત્રે મિતની માતા જિગીશાએ તાનિયાને ગાડીમાં બેસાડી તેનો દરવાજો બંધ કર્યા બાદ આ માસૂમનું અપહરણ થયું હતું. મિતની પૂછપરછમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે પોતાના ભાઇ ધ્રૂવ ઉર્ફે બબુ તથા આ કેસમાં અગાઉ ઝડપાયેલ એક સગીર આરોપીએ તાનિયાને બેભાન કરવાના ઇરાદે ઊંઘની ગોળીઓ ખરીદી હતી.