ત્રણ દિવસથી લાપતા પિતા-પુત્રની લાશ નવસારીની અંબિકા નદીમાંથી મળી

નવસારી તીઘરા અલીફનગરમાં રહેતા અને મૂળ ગણદેવી પટવાશેરીના જાણીતા બગીવાલા પરિવારના અહમદભાઈ બગીવાલાના પુત્ર અને તેના પૌત્ર એ સોનવાડી અંબિકા નદીના પુલ પરથી સાથે પડતુ મુકી જીવન ટૂંકાવતા ચકચાર મચી ગઈ હતી.ગણદેવીના પટવાશેરીમાં રહેતા અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બગીવાલા તરીકે જાણીતા એવા અહમદભાઈ બગીવાલાના 52 વર્ષીય પુત્ર રફીકભાઈ અહમદભાઈ ખલીફા અને 22 વર્ષીય પૌત્ર જૂનેદ રફીકભાઈ ખલીફાએ સોનવાડી અંબિકા નદીના પુલ પરથી પડતુ મુકતા એમની બંનેની લાશ મળી આવી હતી. આમ તો તેઓ ત્રણ દિવસથી લાપત્તા હતા.