દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર લોકોમાં મચી અફરાતફરી

ભરૂચ શહેર જિલ્લામાં શિયાળાની મોસમમાં પણ ઉનાળાની ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. જોકે આજે આકાશમાં વાદળોની હાજરી રહેવાને કારણે તાપમાનમાં ભારે તફાવત જણાયો હતો. જોકે  થોડા સમય માટે તાપમાન ઉંચુ ગયાં બાદ ગરમીનું પ્રમાણ ઘટ્યું હતું. બીજી તરફ રાજપીપળામાં તેમજ નેત્રંગમાં સમી સાંજ બાદ વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો હતો.ભરૂચ શહેરમાં રાત્રીના સમયે વાતાવરણમાં અચાનક પલટો જણાયો હતો. આકાશમાં વીજળીના ચમકારા થવા સાથે જોરદાર પવન ફુંકાયાં બાદ વરસાદ શરૂ થઇ ગયો હતો. અચાનક વરસાદ વરસતાં માર્ગો પરથી પસાર થતાં લોકોમાં અફરાતફરી સર્જાઇ હતી.