દસ્તાવેજો વિગત ફ્લાઇટ ટિકિટ બુક કરવા જરૂરી

સમાચાર પ્રમાણે ટૂંક સમયમાં ફ્લાઇટ ટિકિટ બુક કરાવવા માટે Aadhaar, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ અથવા તો PAN નંબરમાંથી એક દસ્તાવેજ ફરજિયાત થઈ જશે જેના પગલે બુકિંગ કરતી વખતે જ આની વિગતો આપવી પડશે. મળતી વિગતો પ્રમાણે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં હવાઇ ઉડ્ડયન માટે નિયમોની યાદી જાહેર કરવાની છે અને ત્યારે જ આ વાતની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. કેન્દ્ર સરકારે IT કંપની વિપ્રોને એક એવું સોફ્ટવેર વિકસાવવા માટે કહ્યું છે જેના દ્વારા દરેક એરપોર્ટ પર પ્રવાસીઓ માટે આધાર બેઝ્ડ બાયોમેટ્રીક એક્સેસ રાખી શકાય. આ સિસ્ટમના આવવાથી ડોમેસ્ટિક ફ્લાઇટ માટે પ્રવાસીઓએ ફક્ત પોતાનો અંગુઠો જ સ્કેન કરાવવો પડશે અન્ય કોઇ આઈડી પ્રૂફની જરૂર રહેશે નહીં.