દિલ્હી:મેક ઈન ઈન્ડિયા અભિયાનમાં અંતર્ગત યુધ્ધ વિમાન ઘર આંગણે બનશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઈન ઈન્ડિયા અભિયાનમાં  અંતર્ગત યુધ્ધ વિમાન ઘર આંગણે બનાવવામાં આવશે. જેના માટે સ્વીડિશ કંપની સાબ ભારતમાં ફાઈટર એરક્રાફટ્સના નિર્માણ માટે બિડ કરવા માટે અદાણી જૂથ સાથે જોડાણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક ધોરણે સિંગલ એન્જિન જેટના ઉત્પાદન માટે ડિફેન્સ ક્ષેત્રની ટોચની અમેરિકન કંપની લોકહીડ માર્ટિન સામે સ્પર્ધામાં ઉતરવામાં આવશે. સ્વીડિશ કંપની સાબ ભારતમાં ફાઈટર એરક્રાફટ્સના નિર્માણ માટે બિડ કરવા માટે અદાણી જૂથ સાથે જોડાણ કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા ટૂંક સમયમાં લોકહીડ તથા સાબને ભારતમાં યુદ્ઘ વિમાનો વિકસાવવા અંગેની તેમની યોજના, ડિઝાઈન વગેરે પૂરી પાડવા માટે જણાવવામાં આવશે. તેમ એક સરકારી અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું., કે ભારતીય હવાઈ દળને સોવિયેત યુગના વિમાનો બદલવા માટે મોટી સંખ્યામાં આધુનિક એરક્રાફટની જરૂર પડશે. પરંતુ સ્થાનિક ઔદ્યોગિક બેઝ વધારવા તથા આયાતને નિયંત્રિત કરવાના ઉદ્દેશ્યથી આ યુદ્ઘ વિમાનોનું ઉત્પાદન ભારતમાં થાય તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. સાબ-અદાણીની ભાગીદારીનો હેતુ ભારતની નવી સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ પોલિસી હેઠળ વિમાનોનું ઉત્પાદન કરવાનો છે, તેમ દિલ્હી સ્થિત સ્વતંત્ર કન્સલ્ટન્ટ તથા ફિક્કીના એડવાઈઝર રતન શ્રીવાસ્તવે જણાવ્યું હતું. આ જોડાણની જાહેરાત શુક્રવારે કરાશે.