દેવભૂમી દ્વારકામાં બનશે દેશની પ્રથમ મરીન ઈન્સ્ટિટ્યૂટ

ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા નરેન્દ્ર મોદી  વડાપ્રધાન દ્વારકામાં ઓખા-બેટ દ્વારકા વચ્ચે બની રહેલા સિગ્નેચર બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું અને ગુડુ-પોરબંદર વચ્ચે બનનારા રોડનો શિલાન્યાસ કર્યો. આ સમયે તેમણે જી.એસ.ટી માં ત્રણ મહિના બાદ કરવામાં આવેલા ફેરફારથી દેશવાસીઓમાં જે ખુશી છવાઇ છે તેનો ઉલ્લેખ કરી દેશવાસીઓનો આભાર માન્યો. દ્વારકામાં દેશની પહેલી મરિન ઇન્સ્ટિટ્યૂટ બનાવવાની જાહેરાત કરતા તેમણે જણાવ્યું કે દ્વારકા દેશને શ્રેષ્ઠ મરિન પોલીસ જવાનો આપશે. ઉપરાંત તેમણે માછીમારો માટે પણ ખાસ યોજનાની જાહેરાત કરી હતી. સમુદ્રમાં રહેલી દ્વારકા નગરીને લોકો નિહાળી શકે એ માટે પણ કેન્દ્ર સરકાર કામ કરી રહી હોવાનું મોદીએ જણાવ્યું હતું.