ધ્રાંગધ્રા:પંથકમાં હાલ ટ્રાફીક સમસ્યા

ધ્રાંગધ્રા શહેરની વાત કરીએ તો ધ્રાંગધ્રા શહેરમાં દરરોજ ટ્રાફીક પોલીસ કમઁચારીઓ પોતાના પોઇન્ટ પર ઉભા રહી માત્ર ચાની ચુસ્કી લેતા જોવા મળે છે અને શહેરનાં કેટલાંક વિસ્તારમાં ટ્રાફીકના દ્રશ્યો સજાઁયા હતા. આ તરફ ગેરકાયદેસર સફેદમાટી, રેતી તથા ભારે વાહનો શહેરમાં પ્રવેશબંધ હોવા છતાં પણ ઘુસી જાય છે અને સીટી પોલીસ સ્ટેશનના ટ્રાફીક પોલીસકમીઁ દ્વારા એન્ટ્રીના પામે 100 રૂપિયાનું ઉઘરાણું કરી ટ્રાફીક વ્યવસ્થાની ઐસી-તૈસી કરતા નજરે પડતા હોય છે. જ્યારે ખરેખર સવારથી સાંજ નિઁધારીત કરેલ સમય સુધી ટ્રાફીક પોલીસ અને જીઆરડીના જવાનોને પોતાના પોઇન્ટ પર રહેવાનું હોય છે પરંતુ અહિં આ કહેવાતા વહિવટદાર પોલીસકમીઁ વિજયસિંહ તથા તેઓના ફોલ્ડરમા જેડ,ટી,બી ના જવાનો શહેરની બહારના વિસ્તારમાં ઉઘરાણા કરતા નજરે પડે છે.  તેવામાં માત્ર ઉઘરાણા કરી ટ્રાફીક જાળવવાના નામે ખીસ્સા ભરતા આ પોલીસકમીઁઓ પર જીલ્લા પોલીસ સીકંજો કશે તેવી માંગ પણ લોકો દ્વારા કરવામાં આવી હતી.