પઠાનકોટ : બ્લૂ વ્હેલ ગેમના કારણે વધુ એક આત્મહત્યાનો પ્રયાસ

બ્લૂ વ્હેલ ગેમને લઇને આત્મહત્યા કરનારા યુવકોની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. મધ્યપ્રદેશ બાદ હવે પંજાબના પઠાણકોટમાં એક બનાવ સામે આવ્યો છે. અહીંના કેન્દ્રિય વિદ્યાલયમાં અભ્યાસ કરનારા એક વિદ્યાર્થીએ આત્મહત્યાની કોશીશ કરી હતી. જો કે ઘરના સભ્યોને જાણથતાં ગળે ફાંસો દુર કર્યો હતો. જો કે સારવાર દરમિયાન તબીબોની તપાસમાં જાણવા મળ્યું કે તે બ્લૂ વ્હેલ ગેમનો છેલ્લો ટાસ્ક પુરો કરતો હતો. ગેમના ચક્કરમાં તેની હરકતો થોડા દિવસથી બદલાઇ હોવાનું પણ તેમના માતા પિતા કહી રહ્યાં છે. તબીબોના મતે વિદ્યાર્થીનો બચાવ તો થઇ ગયો પરંતું હજુ તે ડિપ્રેશનમાં છે. તો આ ઘટનાને લઇને પરિવારનોએ પણ કંઇ પણ કહેવાની મનાઇ કરવી છે.