પાલનપુર:મોબાઈલ ચોર ની ધોલાઈ

 પાલનપુરના કિર્તીસ્તંભ વિસ્તારમાં પસાર થઈ રહેલી એક  યુવતીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવીને ભાગવા જતા યુવતીએ બૂમાબૂમ કરતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને યુવકને  પકડી સરાજાહેર યુવકની ધુલાઈ કરી દેવાઈ હતી. જોકે  તે સમયે પસાર થઈ રહેલી  પોલીસવાન ના કર્મી ને જાણ કરાતા પોલીસે પોતાની  હદનું બહાનું કાઢી મો ફેરવ્યું હતું ત્યારબાદ યુવકને પોલીસ મથકે લઈ જવાયો હતો પરંતુ પોલીસ મથકે આ મામલે કોઇ પણ પ્રકાર ની ફરિયાદ નોંધાઇ ન હતી.