પાલનપુર : ગાડીના કાચ તોડ્યા,ધોળા દિવસે ગોળીબારી

પાલનપુર રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ રહીમી નામની હોટલ પર નાણાકીય લેવડ-દેવડ અને હોટલના કબજાને લઈ બે જૂથો વચ્ચે ફાયરિંગ થયું હતું. અંધાધૂધ ગોળીબારી માં ચાર વ્યકિતઓને ઇજાઓ થતા સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમજ ચાર પૈકી એક વ્યકિતને વધુ ઇજાઓ થતા સારવાર માટે મહેસાણા ખસેડવામાં આવ્યો હતો.આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગઈ હતી