પ્રાંતિજ તાલુકા દલપુર ખાતે આત્મલિંગગેશ્વર મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

પ્રાંતિજ હિંમતનગર નેશનલ હાઈવે આઠ દલપુર સીમમાં આવેલ જોગણી માતાના મંદિરે દ્વિતિય પાટોત્સવ યોજાયો હતો. જયારે મંદિર સંકુલમાં બનાવવામાં આવેલ આત્મલિંગેશ્વર મહાદેવ દાદાના વિશાળ શિવલીંગ તથા શિવપરિવારનો ત્રિદિવસ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા.4,5,6ના રોજ યોજવામાં આવ્યો હતો. જેમાં હજારો ભક્તોએ દર્શન પ્રસાદ હવનનો લાભ લીધો હતો. જયારે પ્રાંતિજ-તલોદના ધારાસભ્યે પણ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો મંદિરના મહંત ચંન્દ્રગીરીજી મહારાજ, આશિષભાઇ કે.પટેલ તથા મંદિર વ્યવસ્થાપકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.