ફેઇમ જેઠાલાલ ફેસબુક કે ઈન્સ્ટાગ્રામમાં નહીં પણ એકમાત્ર ટ્વિટર પર જ ચાહકોને મળે છે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ ઉર્ફ દિલીપ જોશી ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર નથી. જોકે દીલિપ જોશીના નામ પર ઘણા ફેન પેજ અને પેરોડી અકાઉન્ટ્સ બનેલા છે. આટલી લોકપ્રિયતા છતાં તેમનું આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ના હોવું ફેન્સને પણ ચોંકાવે છે. જોકે તેમની સાથે જોડાવવા માટે એકમાત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર છે અને તે એક જ તેમનું ઓફિશિયલ એકાઉન્ટ છે.દિલીપ જોશી સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટર પર પોતાના ફેન્સને જવાબ આપે છે. અહીં તેમનું જે અકાઉન્ટ છે, તે જ તેમનું ઓફિશિયલ સોશિયલ મીડિયા અકાઉન્ટ છે. જોકે તેઓ અહીં વધુ સમય એક્ટિવ રહેતા નથી.તાજેતરમાં જ મુનમુને દિલીપ જોશી સાથેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ તસવીરના કેપ્શનમાં મુનમુને ખુલાસો કર્યો હતો કે, દિલીપ જોશીનું ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ નથી. ટ્વિટર પર તેઓ એક્ટિવ છે પરંતુ ત્યાંપણ અપડેટ્સ ઘણી ઓછી જોવા મળે છે.