બિહાર : આદિત્ય હત્યાકાંડમાં રોકી યાદવ સહીત ૨ ને આજીવન કેદ

બિહારના બહુચર્ચીત રોડરેઝ કેસમાં જેડીયુના સસ્પેન્ડેડ MLC મનોરમા દેવીના પુત્ર રોકી યાદવ સહિત બે આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે કે આરોપીઓને મદદ કરવાના આરોપસર રોદી યાદવના પિતા બિંદી યાદવને 5 વર્ષની જેલની સજા થઈ છે.બિહારના ગયાની કોર્ટે સજા સંભળાવતા રોકી યાદવ તેના ભાઈ ટેની યાદવ અને MLC ના બોડીગાર્ડ રાજેશ કુમારને આજીવન કેદની સજા ફટકારી હતી. સાથે જ રોકીને 1 લાખ રૂપિયા અને બંને આરોપીઓને 50–50 હજાર રૂપિયાનો દંડ કર્યો છે.31 ઓગસ્ટે તમામ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. ઉલ્લેખનીય છે કે 7 મે 2016 રોજ રોડ પર સાઈડ ન આપવાને કારણે રોકી યાદવે આદિત્ય સચદેવા નામના યુવાનની ગોળી મારી હત્યા કરી નાખી હતી.આદિત્ય સચદેવા પોતાની કારમાં મિત્રો સાથે બોધગયાથી ગયા પરત ફરતો હતો. તે દરમ્યાન આ હત્યા થઈ હતી. જે બાદ જેડીયુએ MLC મનોરમા દેવીને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.