બેંગલુરુઃ 4 મકાન પડતા 7 મોત, અનાથ બાળકીને સરકાર લેશે દત્તક

શહેરના એજિપુરા વિસ્તારમાં કથિત સિલેન્ડર બ્લાસ્ટની ઘટનામાં 7 લોકોનાં મોત થયા છે. ઘરમાં રાખેલા એલપીજી સિલેન્ડરમાં થયેલા બ્લાસ્ટથી બે માળનું મકાન જમીનદોસ્ત થઈ ગયું. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેની લપેટમાં આસપાસના વધુ ત્રણ મકાન પણ આવી ગયા. મરનારાઓમાં 6 લોકો બ્લાસ્ટવાળા મકાનમાં રહેતા હતા જ્યારે અન્ય એક વ્યક્તિ પડોશના મકાનમાં રહેતો હતો. મકાનના કાટકાળની અંદર અનેક લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દુર્ઘટના બાદ ફાયરબ્રિગેડની 40થી વધુ ગાડીઓ અને એનડીઆરએફના કર્મચારીઓ રાહત અને બચાવ અભિયાનમાં લાગી ગયા છે. કાટમાળને હટાવવા માટે જેસીબી મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.