ભારતનો પાકિસ્તાને કડક સંદેશ, પાયલટને તુરંત પરત કરો

ભારત દ્વારા પાકિસ્તાનની સીમામાં ઘૂસીને કરવામાં આવેલી એર સ્ટ્રાઈક પછી બંને દેશોની વચ્ચે ખૂબ તણાવ ભરેલી સ્થિતિ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાને કચ્છ અને દરિયાઈ સીમા પાસે હથિયાર અને આર્મીને ડિપ્લોય કરવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાને તેમના માછીમારોને પણ હાલ દરિયો ખેડવાની ના પાડી દીધી છે. આ ઉપરાંત પાકિસ્તાને લાહોરથી અટારી સુધીની સમજૌતા એક્સપ્રેસ પણ રદ કરી દીધી છે. વિદેશ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલે કોઈ ત્રીજા પક્ષની જરૂર નથી. અમેરિકા પહેલેથી જ અમારી સાથે છે અને ચીનની નીતિ અસ્પષ્ટ રહી છે. યુએનના દરેક સભ્યો અને પી-4 સભ્યો પણ ભારતની સાથે છે. ભારતે પાકિસ્તાનમાં જઈને કાર્યવાહી કરી તે વિશે દુનિયામાંથી ક્યાંય વિરોધ નથી થયો. આ રાજકારણની જીત છે. ભારતન માંગ છે કે, તેમના પાયલટને તુરંત છોડી દેવામાં આવે અને તેમને કોઈ નુકસાન ન થવું જોઈએ.ભારતનું સ્પષ્ટ વલણ છે કે, જો પાયલટને કંઈ પણ થશે તો ભારત તરફથી કાર્યવાહી કરવામાં આવશે.પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ નિવેદન આપ્યું છે કે, જો ભારતીય પાયલટને પરત કરતાં બંને દેશો વચ્ચે તણાવ ઓછો થતો હોય તો તેઓ તૈયાર છે. તેમણે એવું પણ કહ્યું છે કે, પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન ભારતના પીએમ નરેન્દ્ર મોદી સાથે વાત કરવા તૈયાર છે.