ભારતે શ્રીલંકાનો 5-0 થી કર્યો વ્હાઇટવોશ

ટીમ ઇન્ડીયાએ શ્રીલંકા સામે કોલંબોમાં રમાયેલ શ્રેણીની અંતિમ અને પાંચમી વનડેમાં છ વિકેટે પરાજય આપી પાંચ મેચની શ્રેણીમાં 5-0થી જીત મેળવી શ્રીલંકાને વ્હાઇટવોશ આપ્યો છે. આ સાથે જ ભારત શ્રીલંકાને તેની જ ધરતી પર 5-0થી વ્હાઇટવોશ કરનાર પ્રથમ ટીમ બની ગઇ છે. જોકે મેચ બાદ ટીમ ઇન્ડીયા મેદાન પર મસ્તી કરતી જોવા મળી હતી. જસપ્રિત બુમરાહને મેન ઓફ ધ સીરીઝ જાહેર કરાયો હતો. બુમરાહને મેન ઓફ ધ સીરીઝ માટે કાર આપવામાં આવી હતી. ટીમ ઇન્ડીયાના બધા ખેલાડીઓ કાર બેસીને મેદાનનો ચક્કર લગાવ્યો હતો. આખી ટીમ ગાડીમાં હતી અને આ ગાડીનો ડ્રાઇવર ધોની બન્યો હતો. આ અગાઉ શ્રીલંકાએ ભારતને પાંચમી વનડે જીતવા 239નો લક્ષ્‍ય આપ્યો હતો. લક્ષ્‍યનો પીછો કરી રહેલી ટીમ ઇન્ડીયા તરફથી કપ્તાન વિરાટ કોહલીએ 30મી વનડે સદી ફટકારતા અણનમ 110 રન કર્યા હતા. જ્યારે કેદાર જાદવે 63 રન બનાવ્યા હતા. ટીમ ઇન્ડીયાએ 46.3 ઓવરમાં 239 રનનો લક્ષ્‍ય મેળવી લીધો હતો.