ભારત-જાપાનની મિત્રતાથી ચીન નાખુશ

ભારત અને જાપાન વચ્ચે વધી રહેલી નિકટતાથી ચીન ખુશ નથી લાગતુ, નરેન્દ્ર મોદી અને શિન્ઝો આબેએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું. ચીની વિદેશ મંત્રાલય પાસેથી જ્યારે ભારત અને જાપાનના વધી રહેલા સંબંધ વિષે પ્રતિક્રિયા માગવામાં આવી તો પ્રવક્તાએ જણાવ્યું કે ક્ષેત્રના દેશોએ પાર્ટનરશિપ તો કરવી જોઈએ પરંતુ જૂથબંધી નહીં. ભારત અને ચીન વચ્ચે હવે ડોકા લા વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે જાપને ભારતનાં વલણને સમર્થન આપ્યું હતું, તેથી ચીન નારાજ થઈ ગયુ હતુ. જાપાનના વડા પ્રધાન શિન્જો આબે બે દિવસ ભારતપ્રવાસે હતા. મોદી અને આબે વચ્ચે વ્યક્તિગત સંબંધો પણ સારા છે. ભારતે જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જાપાન પાસેથી મેળવ્યો હતું તેના માટે ચીને પણ લાંબું લોબિઇંગ કર્યું હતું.