ભારત-પાકિસ્તાન પર પોતાની પોસ્ટને લઈ ટ્રોલ થઈ સોનમ કપૂર

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ તણાવને લઈ અભિનેત્રી સોનમ કપૂરની એક પોસ્ટને પગલે તેણે સોશિયલ મીડિયા પર ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે. સોનમ કપૂરે જેમાં કહ્યું કે પાકિસ્તાનમાં કેટલાક કટ્ટરવાદી મુસલમાન છે તો ભારતમાં કેટલાક કટ્ટર હિન્દુ છે, જે નફરતની ભાષા બોલે છે. જેમને બાકાત કરવામાં આવે તો સામાન્ય જનતા નિરાંતે રહેવા માંગે છે. પોતાની નોકરી કરવા માંગે છે અને બાળકોનું લાલન-પાલન કરવા માંગે છે. એવામાં ઈસ્લામી અને હિંદુવાદી કટ્ટર લોકો બિલકુલ એક જેવા છે.સોનમ કપૂરને પોતાની આ વાતને લઈ કેટલાય લોકો ખરી-ખોટી કહી રહ્યા છે. દક્ષિણપંથી રૂઝાન વાળા કેટલાક પેઝથી તો સોનમ કપૂરની આ પોસ્ટની ટીકા થઈ રહી જ છે, કેટલાય ટ્વીટર યૂઝર્સે પણ તેમની આ પોસ્ટ પર નારાજગી વ્યક્ત કરી છે. કેટલાક યૂઝર્સે તેને દેશદ્રોહી સુદ્ધાં કહી દીધી અને અન્ય શબ્દોનો પણ ઉપયોગ કર્યો તો એક યૂઝરે તો સોનમ વિરુદ્ધ એફઆઈઆરની માંગ કરી છે. તેનું કહેવું છે કે હિંદુઓની બેઈજ્જતી થઈ છે.જણાવી દઈએ કે વિતેલા થોડા સમયથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનો માહોલ છે. મંગળવારે ભારતની વાયેસનાએ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણા પર હુમલો કર્યો હતો તો બુધવારે પાકિસ્તાની સેના ભારતની સીમામાં ઘૂસી આવી હતી. બુધવારે ભારત અને પાકિસ્તાનની વાયુસેના વચ્ચે થયેલ ઝડપ દરમિયાન મિગ વિમાનના વિંગ કમાન્ડર અભિનંદન એલઓસી પાર પાકિસ્તાન પહોંચી ગયા હતા જે બાદ તેમને પાકિસ્તાની આર્મીએ પકડી લીધા હતા. પાયલટ વિંગ કમાંડર અભિનંદન શુક્રવારે ભારત પરત ફરશે. પાકિસ્તાનના પીએમે ગુરુવારે પોતાની સંસદમાં આ એલાન કર્યું છે. ઈમરાને કહ્યું કે શાંતિના પગલાં તરીકે પાયલટની રિહાઈનું પગલું ઉઠાવવામાં આવ્યું છે.