મોદી સરકારની એક વધુ જાહેરાત, દેશભરમાં અપાશે ૨૦ લાખ નોકરીઓ

દેશમાં રોજગારની તક ઉપલબ્ધ નહિ કરાવી શકવા પર આલોચનાનો શિકાર બનેલ મોદી સરકારે હવે કમર કસી લીધી છે. જલ્દીથી મોદી સરકાર કેન્દ્ર અને રાજ્ય સ્તર પર ૨૦ લાખ ખાલી પડેલ પદ પર ભરતી કરશે.જણાવવામાં આવી રહ્યું છે કે, કેન્દ્રીય મંત્રાલયો અને સરકારી વિભાગો ઉપરાંત તેમાં પબ્લિક સેક્ટરની લગભગ ૨૪૪ કંપનીઓ સામેલ છે. રેલ્વેમાં સુરક્ષા સબંધી મામલાને લઈને ૨ લાખ લોકોની ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત શ્રમ મંત્રાલય આવા વિભાગો અને સંસ્થાઓ શોધવામાં વ્યસ્ત છે જ્યાં જગ્યા ખાલી છે. ત્યારબાદ એક પ્લાન બનાવીને સરકાર પાસે રાખવામ આવશે જેમાં દરરોજ, સાપ્તાહિક અને માસિક આધાર પણ આપવામાં આવનાર નોકરીઓની જગ્યા ભરવામાં આવશે.