રાજકોટઃ 8 હજાર લોકોએ સૌપ્રથમ નિહાળી સાયન્સ ટ્રેન

રાજકોટ ભક્તિનગર  રેલવે સ્ટેશને ડીઆરએમ પી.બી. હસ્તે સાયન્સ ટ્રેન પ્રદર્શન ખુલ્યું મુકાયું હતું. ચાર દિવસના સાયન્સ ટ્રેન પ્રદર્શનના પ્રથમ દિવસે જ 8 હજાર જેટલા લોકોએ મુલાકાત લીધી હતી. મોટાભાગે જુદી જુદી ડીઆરએમ પી.બી. નિનાવેએ સાયન્સ ટ્રેન પ્રદર્શન ખુલ્લી મૂકી પોતે પણ નિહાળી હતી અને તેઓએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓમાં-લોકોમાં બાયો ડાયવર્સિટી, ક્લાઇમેટ ચેન્જ સહિતની જુદી જુદી વૈજ્ઞાનિક બાબતો અંગે જાગૃતિ કેળવવાનો આ ટ્રેનનો ઉદ્દેશ છે. પ્રથમ દિવસે સાયન્સ ટ્રેનમાં 23 સ્કૂલના 116 શિક્ષકો, 1363 વિદ્યાર્થીઓ સહિત 7910 લોકોએ પ્રદર્શન નિહાળી વૈજ્ઞાનિક અભિગમ કેળવ્યો હતો.31 ઓગસ્ટ સુધી સાયન્સ ટ્રેન ભક્તિનગર સ્ટેશન પર પ્લેટફોર્મ નં. 3 પર રહેશે. જાહેર જનતા સવારે 10થી સાંજે 5 કલાક સુધી નિ: શુલ્ક પ્રદર્શન નિહાળી શકશે. 16 કોચની વાતાનુુકૂલિત આ ટ્રેન છે. જેમાં જુદા જુદા વૈજ્ઞાનિક પ્રયોગો અંગે નિષ્ણાંતો છાત્રોને માર્ગદર્શન આપશે. દરેક કોચમાં પર્યાવરણ તથા વન અને જળવાયુ પરિવર્તનના જુદા જુદા મુદ્દાઓ પર માહિતી, કેસ સ્ટડી અને સમસ્યાઓ રસપ્રદ રીતે પ્રદર્શિત કરાઇ છે.શાળાઓના વિદ્યાર્થીઓ સવારથી સાયન્સ ટ્રેન જોવા ઊમટ્યાં હતા